ભારત-ઓસિ. શ્રેણી માટે આઈપીએલમાં પ્રેક્ટિસનો મોકો : ચેપલ

ભારત-ઓસિ. શ્રેણી માટે આઈપીએલમાં પ્રેક્ટિસનો મોકો : ચેપલ

 નવી દિલ્હી, તા.13: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન ઇયાન ચેપલનું માનવું છે કે આ વર્ષની આખરમાં રમાનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી પૂર્વે આઇપીએલથી બન્ને દેશના ખેલાડીઓને અભ્યાસનો સારો મોકો મળશે. આઇપીએલ તા. 10 નવેમ્બરે સમાપ્ત થયા બાદ પસંદ થયેલા ભારતીય ખેલાડીઓ યુએઈથી જ ઓસ્ટ્રેલિયા રવાના થશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની શ્રેણીનો પ્રારંભ લગભગ ટી-20 મેચોથી થશે. આ પછી ટેસ્ટ અને વન ડે સિરિઝ રમાશે.
ઇયાન ચેપલ કહે છે કે કોરોના મહામારી દરમિયાન રમાનાર આઇપીએલ ખેલાડીઓ માટે ચુનૌતિપૂર્ણ બની રહેશે. ખાસ કરીને ભારત-ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માટે, કારણ કે તેમને આ પછી તુરત દ્વિપક્ષી શ્રેણી રમવાની છે. જો કે ચેપલે સ્વીકાર્યું કે ટેસ્ટ સિરિઝની તૈયારી માટે આઇપીએલ ઉપયુક્ત નહીં બની રહે પણ જે ખેલાડી આઇપીએલમાં સારા ફોર્મમાં હશે તેને ટેસ્ટ ક્રિકેટમાં પણ જરૂર ફાયદો થશે. ઇયાન ચેપલનું માનવું છે કે આ વખતની બોર્ડર-ગવાસ્કર ટ્રોફી સિરિઝ અત્યાર સુધીની સૌથી વધુ પડકારરૂપ બની રહેશે, કારણ કે બન્ને ટીમ સમતોલ છે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer