સ્ટોક્સપાછો ફરશે ત્યારે મારું પત્તં કપાશે : બિલિંગ્સ

સ્ટોક્સપાછો ફરશે ત્યારે મારું પત્તં કપાશે : બિલિંગ્સ
માંચેસ્ટર, તા.13: આયરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ શાનદાર બેટિંગ કરનાર ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ બિલિંગ્સે સ્વીકાર કર્યોં કે જ્યારે સ્ટાર ખેલાડી બેન સ્ટોકસની વાપસી થશે ત્યારે તેની ટીમમાં ટકી રહેવાની સંભાવના ન બરાબર છે. 29 વર્ષી બિલિંગ્સે ઓસ્ટ્રેલિયા સામેના પહેલા વન ડેમાં 118 રનની લડાયક શતકીય ઇનિંગ રમી હતી. તેની આ સદી ઇંગ્લેન્ડને જીત અપાવી શકી ન હતી. ગયા મહિને જ્યારે તેને જો ડેનલી ઇજાગ્રસ્ત થતાં આયરલેન્ડ સામેના વન ડેમાં રમાડવામાં આવ્યો હતો ત્યારે તેણે 67 રનની ઇનિંગ રમી હતી. બિલિંગ્સ કહે છે કે સ્ટોકસ વિશ્વકક્ષાનો ઓલરાઉન્ડર છે. તેની વાપસી થશે ત્યારે કદાચ મારે ઇલેવનમાંથી જગ્યા ગુમાવવી પડશે. બિલિંગ્સે ઇંગ્લેન્ડ તરફથી 19 વન ડે અને 30 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer