આઈપીએલમાં ચીયર લીડર્સ નહીં હોય પણ ટીવી પર જોવા મળશે

આઈપીએલમાં ચીયર લીડર્સ નહીં હોય પણ ટીવી પર જોવા મળશે
દુબઇ, તા.13: કોરોના મહામારીને લીધે યુએઇમાં તા. 19મીથી શરૂ થનાર આઇપીએલના તમામ મેચ ખાલી સ્ટેડિયમમાં રમવાના છે. આ ટી-20 લીગનું આકર્ષણ ચીયર લીડર્સ પણ મેદાન પર નહીં હોય. આમ છતાં ટીવી પર મેચ જોઇ રહેલા દર્શકોને ચોક્કા-છક્કા કે વિકેટ પડતી વખતે નાચતી-કુદતી ચીયર લીડર્સ જોવા મળશે. તમામ ફ્રેંચાઇઝી તેમની ટીમના મેચ વખતે મેદાન પર મોટી ક્રીન પર  રેકોર્ડ કરેલા ચીયર લીડર્સના અને દર્શકોના હર્ષોલ્લાસના વીડિયો મૂકશે. જે ટીવી પર પણ જોવા મળશે. આ બારામાં ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર કહે છે કે આથી ખેલાડીઓનો જોશ અને આત્મવિશ્વાસ વધશે. 
જો કે દુબઇ, અબુધાબી અને શારજાહના સ્ટેડિયમમાં દર્શકોના કટઆઉટ મૂકાશે કે નહીં, તે બહાર આવ્યું નથી. તાજેતરમાં ઇંગ્લીશ ફૂટબોલ પ્રીમિયર લીગ દરમિયાન ખેલાડીઓને સ્ટેડિયમ ખાલી ન લાગે તે માટે દર્શકોના કટ આઉટ મૂકવામાં આવ્યા હતા. આઇપીએલમાં આ પ્રયોગ થશે કે નહીં, તે હજુ સુધી સામે આવ્યું નથી.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer