યુએઈમાં કાંગારુ ખેલાડીઓએ ક્વૉરેન્ટાઇન થવું પડશે

યુએઈમાં કાંગારુ ખેલાડીઓએ ક્વૉરેન્ટાઇન થવું પડશે
દુબઈ, તા.13: ચેન્નાઇ સુપર કિંગ્સના બોલિંગ કોચ એરિક સિમન્સે કથન અનુસાર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ઇંગ્લેન્ડમાં બાયો બબલમાં રહેવા છતાં પણ આઇપીએલ માટે યુએઇમાં 6 દિવસના ક્વોરન્ટાઇન પીરિયડમાં રહેવું પડશે. 
ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટિવન સ્મિથ (રાજસ્થાન રોયલ્સ), ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ), જોશ હેઝલવૂડ (સીએસકે) સહિતના ઇંગ્લેન્ડ વિરુદ્ધના બુધવારે રમાનાર આખરી વન ડે બાદ બ્રિટનથી ખાસ વિમાનમાં યુએઈ પહોંચશે. જેમાં તેમની સાથે આઇપીએલમાં ભાગ લેનાર ઇંગ્લેન્ડના ખેલાડીઓ પણ હશે. 
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer