સીએમએઆઈના 71મા નેશનલ ગારમેન્ટ ડિજિટલ ફેરનું કેન્દ્રીય ટેક્સ્ટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે ઉદ્ઘાટન

સીએમએઆઈના 71મા નેશનલ ગારમેન્ટ ડિજિટલ ફેરનું કેન્દ્રીય ટેક્સ્ટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે ઉદ્ઘાટન
મુંબઈ, તા. 13 : ધી ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (સીએમએઆઈ)ના ઉપક્રમે તા. 10થી 20 સપ્ટેમ્બર, 2020 દરમિયાન યોજાયેલા 71મા નેશનલ ગારમેન્ટ ડિજિટલ ફેરનું કેન્દ્રીય ટેક્સ્ટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અૉનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું.
દિલ્હીમાં યોજાયેલા આ અૉનલાઈન ઉદ્ઘાટન વેળા કેન્દ્રીય ટેક્સ્ટાઈલ સેક્રેટરી રવી કપૂર અને સીએમએઆઈના નોર્ધન ઝોનના ચૅરમૅન સિદ્ધાર્થ બિન્દ્રા ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ ગારમેન્ટ અૉનલાઈન ફેરમાં 250 પ્રદર્શનકારો ભાગ લઈ રહ્યા છે. અને દેશના 20,000થી વધુ રિટેલરો આની મુલાકાત લેશે એવી ધારણા છે.
`ઉડાન' - જે બીટુબી ઈ-કોમર્સ પ્લૅટફોર્મ છે તે આ ફેરનું સંયોજક છે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer