ઇલેક્ટ્રિક કાર બેટરીમાં વિક્રમી રોકાણ

ઇલેક્ટ્રિક કાર બેટરીમાં વિક્રમી રોકાણ
લીથિયમનાં ભાવ અનેક વર્ષોના તળિયે 
ઈવી બેટરી માટે 2050 સુધીમાં 60 ગણું લીથિયમ આવશ્યક રહેશે
ઇબ્રાહિમ પટેલ તરફથી 
મુંબઈ તા. 13: કારખાનાઓ અને બેટરી ઉત્પાદક પ્લાન્ટોમાં આખા વિશ્વમાં જબ્બર મૂડી રોકાણ થઇ રહ્યું છે ત્યારે, કાચા માલ લીથીયમનાં ભાવ કેટલાય વર્ષોના તળિયે જઈને બેઠા છે, તેમાં હાલ તેજીની કોઈ શક્યતા નથી. છેલ્લા કેટલાય મહિનાઓથી સ્પોડ્યુમીનમાંથી પ્રોસેસ કરીને તૈયાર થતાંલીથીયમના સરેરાશ ભાવ પ્રતિ ટન 500નાં તળિયે બેઠા છે. આનું મૂળ કારણ ચીન જે જાગતિક પ્રોસાસિંગનો 80 ટકા હિસ્સો ધરાવે છે, ત્યાના ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો ધીમા પડી ગયા છે અને ઓવર સપ્લાય પણ છે. 
ભાવની આ સરેરાશ કૈંક અંશે ગેરમાર્ગે દોરે છે કારણકે ઉચ્ચ ગ્રેડની વિશ્વની સૌથી મોટી લીથીયમ ખાણ ગ્રીનબુશને આજે પણ ઊંચા ભાવ મળી રહે છે, એમ લંડન સ્થિત મીનરલ્સ એન્ડ મેટલ રિસર્ચર રોસ્કીલનું કહેવું છે. ગ્રીનબુશ સિવાય ચીનમાં છેલ્લા બે ત્રીમાસીકથી સ્પોડ્યુમીનની સરેરાશ આયાત પડતર 436 ડોલરની પડે છે, આ ભાવે હાર્ડ રોક માઈનાર્સ કંપનીઓને 50 ટકા જેટલી ખોટ સહન કરવાની આવે છે. લીથીયમ એ હાઈલી રીએક્ટીવ આલ્કલી મેટલ છે અને તે ઈલેક્ટ્રીકલ કંડકટીવીટીમાં પુષ્કળ ઉર્જા પેદા કરે છે. 
રોસ્કીલ પોતાની આગાહીમાં કહે છે કે સ્પોડ્યુમીન ભાવ હજુ આગામી 12થી 18 મહિના સુધી વધવાની કોઈ શક્યતા નથી. આ જોતા અસંખ્ય ખાણોને નફા માટે રાહ જોવાની રહેશે. એનાલીસ્ટોનું માનવું છે કે 2050 સુધીમાં 27 દેશના બનેલા યુરોપીયન યુનિયનને ઈવી બેટરી માટે વર્તમાનથી 15 ગણું કોબાલ્ટ અને 60 ગણું લીથીયમ આવશ્ય રહેશે. આ સમયગાળામાં યુરોપિયન યુનીનનાં હાઈ ટેક ડીવાઈસ અને મીલીટરી સાધનો બનાવવા 10 ગણી વધુ રેઅર અર્થ મેટલની આવશ્યકતા રહેશે. 
ચીનમાં બેટરી ગ્રેડના લીથીયમ કાર્બોનેટનાં ઉત્પાદકો તેમની ભાવ ઓફર જાળવી રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. પણ બાયરો તેમની ઉત્પાદન પડતરનો હવાલો આપીને કહે છે કે અમારી પાસે પુરતો માલ પડ્યો છે તેથી ભાવ બાબતે કઈ વિચારવું શક્ય નથી. ચીનના બાયર સેલર વચ્ચે પડેલી આ મડાગાંઠ જોતા ભાવમાં કોઈ મોટા ફેરફાર સંભવિત નથી. એશિયન લીથીયમ હાજર બજારમાં પણ ખાસ કોઈ પ્રવૃત્તિ નથી. 
ખરીદનાર અને વેચનાર થોભો અને રાહ જુઓની મુદ્રામાં છે ત્યારે ફાસ્ટમાર્કેટનો લીથીયમ કાર્બોનેટ સાપ્તાહિક સર્વે કહે છે કે 99.5 ટકા એલાઆઈટુસીઓથ્રી બેટરી ગ્રેડ સ્પોટ ભાવ ચીનમાં ટન દીઠ 37000થી 41000 યુઆન (5347થી 5925 ડોલર)ની રેન્જમાં સ્થિર પડ્યા છે. ચીનના ટેકનીકલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ લીથીયમ કાર્બોનેટની ઓફરો છેલ્લા બે સપ્તાહથી 34000 યુઆન આસપાસ સ્થિર થઇ ગઈ છે. 
લીથીયમ હાયડ્રોકસાઇડ મોનોહાયડ્રેટ, 56.5 ટકા એલઆઈઓએચ.એચટુઓ બેટરી ગ્રેડનાં ચીનમાં સ્પોટ પ્રાઈસ ટન દીઠ 45000થી 51000 યુઆન બોલાય છે. યુરોપના દેશો ચીનથી 98 ટકા રેઅર અર્થમેટલ આયાત કરે છે, તુર્કી 98 ટકા બોરાતે ફોર્મ્યુલા સપ્લાય કરે છે, જ્યારે ચીલી યુરોપના દેશોની 98 ટકા લીથીયમ માંગ પૂરી કરે છે. સાઉથ આફ્રિકા 72 ટકા પ્લેટીનમ અને જેટ એન્જીનના સ્ટીલ એલોયમાં ઉપયોગ થાય તેવા નીયોબીયમની 85 ટકા સપ્લાય બ્રાઝીલ કરે છે.  
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer