અમેરિકનોને કામોત્તેજક દવાઓ વેચવા બદલ મલાડમાં 100 ઝડપાયા

મુંબઈ, તા. 13 : અમેરિકા અને કૅનેડાવાસીઓને કુરિયર દ્વારા કામોત્તેજક દવાઓ વેચવા બદલ પોલીસે મલાડ (વેસ્ટ) સ્થિત માલવણીમાંના પાંચ કોલ સેન્ટરો ઉપર દરોડો પાડયો હતો. તે અંગે પાંચ કોલ સેન્ટરોના છ માલિકો સહિત 100 જણની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ ક્રાઇમ ઇન્ટેલીજન્સ યુનિટના અધિકારીએ માહિતી આપી હતી કે મલાડમાં એવરશાઇન નગર સ્થિત કોલ સેન્ટરના માલિકની થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તેણે દોષનો ટોપલ આ કોલ સેન્ટરો ઉપર ઢોપ્યો હતો. આ પ્રકરણમાં 26 મહિલાઓ સહિત 100 કરતા વધુ કર્મચારીઓ ઉપર ઇન્ડિયન પીનલ કોડ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટની હળવી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer