કોરોનાગ્રસ્ત દીઠ રૂા. 1.5 લાખનું વળતર મળતું હોવાની વાત ખોટી : કલેક્ટર

જાલના, તા 13 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકાર કોવિડ-19ના દરદીને 1.5 લાખ રૂપિયા વળતર પેટે ચુકવતી હોવાના સોશિયલ મીડયા પરના મેસેજ સાવ ખોટા હોવાનું જાલનાના કલેક્ટર રવિન્દ્ર બિનવડેએ રવિવારે જણાવ્યું હતું. 
અહી ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પોલીસને કોરોનાના એક દરદી દીઠ દોઢ લાખ રૂપિયા આપે છે એવા પાયાવિહોણા મેસેજ સોશીયલ મીડીયામાં ફરતા હોવાથી આ ખુલાસો મહત્ત્વનો છે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્ય યોજના (એમજેપીજેએવાય) હેઠળ મફત સારવાર પૂરી પાડે છે. 
કોરોનાના કેસમાં ભારે વધારો થયો હોવાથી સમગ્ર જિલ્લામાં ફરી લૉકડાઉન અમલમાં મુકાશે એવી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો પણ અફવા હોવાનું બિનવડેએ જણાવ્યું હતું. 
રવિવારે 179 કેસ પોઝિટિવ આવતા કોવિડ-19ના કેસનો આંક 6516 પર પહોંચ્યો છે. જિલ્લામાં 1461 ઍક્ટિવ કેસ છે, જ્યારે 4969 લોકોને રજા આપવામાં આવી છે. તો 166 જણે કોવિડને કારણે જીવ ગુમાવ્યો છે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer