કોરોનાગ્રસ્તોને અૉક્સિજન મળે એ માટે પગલાં લેવાયાં

મુંબઈ, તા. 13 : કોરોના વાયરસને કારણે અનેક દરદીઓના શરીરમાં અૉક્સિજનનું પ્રમાણ ઘટી જવાની ફરિયાદ મળે છે. તેથી દરદીઓને સમયસર અૉક્સિજન મળી રહે એ માટે આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ રાજ્ય, ડિવિઝનલ અને જિલ્લા સ્તરે અૉક્સિજનનો પુરવઠો સરળતાથી મળતો રહે એ માટે સમિતિઓની રચના કરી છે. મહારાષ્ટ્રમાં અૉક્સિજનની માગ 400 ટન અને ઉત્પાદન ક્ષમતા 1081 ટન છે. પ્રત્યેક ડિવિઝનના મધ્યવર્તી સ્થળે 50 ડયુરા સિલિન્ડર અને 200 જમ્બો સિલિન્ડર રાખવાની સૂચના આપવામાં આવી છે. પ્રત્યેક જિલ્લાના કલેક્ટરના વડપણ હેઠળ નીમવામાં આવેલી સમિતિમાં એફ.ડી.એ. ઉદ્યોગ વિભાગ, પરિવહન વિભાગ અને જાહેર આરોગ્યખાતાના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હેતુસર મહારાષ્ટ્રમાં એફ.ડી.એ. દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેનો ફોન નંબર- 022-26592364 અને ટોલ ફ્રી નંબર - 1800222365 છે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer