રેશનિંગ દુકાનેથી નિ:શુલ્ક ચણાદાળ ત્રણ મહિનાની એક સાથે આપો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : રેશન દુકાનો પરથી જૂન-જુલાઈ-અૉગસ્ટ માસની નિ:શુલ્ક ચણાદાળનું વિતરણ શરૂ કરાયું છે જે એકવાર એક કિલો અપાય છે તેના બદલે ત્રણ મહિનાની ત્રણ કિલો આપી દેવાની માગણી રેશનિંગ દુકાનદાર સંગઠનાના પ્રમુખ નવીન મારૂએ કરી છે. જરૂરિયાતમંદોને નિ:શુલ્ક મળતી ચણાદાળ સારી ગુણવત્તાની ન હોય તો તેની ફરિયાદ દુકાનદારે ડેપ્યુટી કન્ટ્રોલર અૉફ રેશનિંગ (ડીસીઆર) અથવા રેશનિંગ અૉફિસરને કરવી. તેમણે જણાવ્યું કે હાલમાં રેશનિંગ દુકાનદારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 10-15 દુકાનદારો બીમાર છે એનું કારણ છે થમ્બ. કોરોનાને કારણે મશીનમાં થમ્બ મારવાનું બંધ કરાયું હતું. ચાર મહિનાના ગાળા પછી ફરી ચાલુ કરાયું છે. કાર્ડ ધારક અને દુકાનદાર બંને થમ્બ મારતા હોવાથી કોરોના ફેલાય છે. ત્રણ મહિનાની દાળ લેવા ત્રણ વાર ગ્રાહક શા માટે આવે? એક દુકાનદાર પાસે 500 કાર્ડ છે, એટલે આવનજાવન ઘણી રહી છે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer