તો અધિક માસના પ્રારંભે મંદિરો ખોલશું

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકાર મંદિરો સહિત બધા ધર્મસ્થાનો ખોલવાની પરવાનગી નહીં આપે તો અમે આવતી 18મી સપ્ટેમ્બરે અધિક માસનો પ્રારંભ થાય છે તે દિવસથી જ પોતે જ મંદિરો ખોલશુ એવી ચેતવણી આધ્યાત્મિક સમન્વય આઘાડીના પ્રદેશાધ્યક્ષ તુષાર ભોંસલેએ ઉચ્ચારી છે.
ભોંસલેએ ટ્વીટર ઉપર લખ્યું છે કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોની લાગણીઓને સમજીને મંદિરો ખોલવાની પરવાનગી આપવી જોઈએ. હવે મહાવિકાસ આઘાડીની સરકારે ભગવાન અને ભક્તોની વચ્ચે અવરોધ બનવાનું બંધ કરવુ જોઈએ. અન્યથા અમે આવતી 18મી સપ્ટેમ્બરે અધિક માસનો શરૂઆતની સાથે મંદિરો ખોલશુ એમ ભોંસલેએ ઉમેર્યુ હતુ.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer