આવતા અઠવાડિયે મુખ્ય પ્રધાન મળશે રેસ્ટોરાં અને હોટેલમાલિકોને

મુંબઈ, તા. 13 : રેસ્ટોરાં અને હોટેલના માલિકોની સમસ્યા-મુશ્કેલીઓ જાણવા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેમને મળશે. રેસ્ટોરાંને ફરી ખોલવાની દરખાસ્ત છે અને હોટેલો ખુલ્લી છે, પરંતુ તેમને વધુ સુવિધા આપવાની વાત છે. મહારાષ્ટ્ર ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરાંનું પ્રતિનિધિ મંડળ આ અઠવાડિયાની શરૂઆતમાં મુખ્ય પ્રધાનને મળ્યું હતું અને તેમને હોટેલ અને રેસ્ટોરાં માલિકોની  અને તેમના કામદારોની અડચણોનો ખ્યાલ આપ્યો  હતો.
મુખ્ય પ્રધાને એવી ખાતરી આપી હતી  કે તેઓ આ સમસ્યાનો ઉકેલ શોધવા બઘા લાગતાવળગતા સાથે વિડીયો કોન્ફરન્સ યોજીશ. 
 ફેડરેશનના પ્રતિનિધિએ કહ્યું હતું કે બિઝનેસ ફરી શરૂ કરવા અને ધંધા સામેના અતંરાયો દુર કરવા આ ચર્ચા કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાના ઉપદ્રવને કારણે માર્ચના અંતિમ સપ્તાહથી લૉકડાઉનના ભાગરૂપે હોટેલો અને રેસ્ટોરન્ટો બંધ છે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer