કંગનાને ભાજપ ટેકો આપે છે એ કમનસીબ બાબત : સંજય રાઉત

કંગનાને ભાજપ ટેકો આપે છે એ કમનસીબ બાબત : સંજય રાઉત
મુંબઈ, તા. 13 : શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે કંગના રનૌતે મુંબઈની સરખામણી પાક ફેબની હેઠળના કાશ્મીર સાથે કરી છતાં ભાજપ કંગનાને ટેકો આપે છે એ કમનસીબ વાત છે. તેમણે કહ્યું હતું કે બિહારની ચૂંટણીઓ પર નજર રાખીને ભાજપ આમ કરી રહ્યો છે.
શિવસેનાના મુખપત્ર `સામના'ની સાપ્તાહિક કોલમ `રોકઠોક'માં લખતાં સંજય રાઉતે દાવો કર્યો હતો કે મુંબઈનું મહત્ત્વ ઘટાડવા પદ્ધતિસર પ્રયાસ થઈ રહ્યા છે અને શહેરને સતત બદનામ કરવાનું એક કાવત્રું છે. તેમણે કહ્યું હતું કે આ મુશ્કેલ સમય છે અને બધા મરાઠી લોકોએ એક થવું જોઈએ. કંગનાને ટેકો આપીને તેમજ સુશાંત કેસમાં પોતાનું વલણ જાહેર કરીને ભાજપ રાજપૂત અને ક્ષત્રિય કોમનાં મતોના સહારે બિહારની ચૂંટની જીતવા માગે છે, એવો આક્ષેપ પણ રાઉતે કર્યો હતો.
``આમ કરતાં મહારાષ્ટ્રનું  અપમાન થાય તો વાંધો નહીં, અને રાજ્યની નાલેશીમાં ભાજપની એક પણ નેતાને દુ:ખ થયું નથી.'' અુઁમ રાઉતે કહ્યું હતું. ``એક અભિનેત્રી મુખ્ય પ્રધાનનું અપમાન કરે અને રાજ્યના લોકો તેનો કોઈ પ્રતિસાદ ન આપે એ એક તરઝની ક્યા પ્રકારની આઝાદી છે!'' એવો `સામના'ના કાર્યકારી તંત્રીએ કર્યો હતો.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer