મહારાષ્ટ્રને બદનામ કરવાનું કાવતરૂં ઘડાયું છે : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રને બદનામ કરવાનું કાવતરૂં ઘડાયું છે : ઉદ્ધવ ઠાકરે
મારા મૌનનો અર્થ એ નથી કે મારી પાસે વિરોધીઓ આપવા જવાબ નથી, પણ હું સીએમનો માસ્ક ઉતારવા માગતો નથી
મુંબઈ, તા. 13 : રાજકીય અને કોરના મહામારીના મોરચે વિરોધીઓની ટીકાનો સામનો કરી રહેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એવો વળતો પ્રહાર કર્યો હતો કે મહારાષ્ટ્રને બદનામ કરવાનુ કાવતરું ઘડાયું છે. હું રાજકીય ઝંઝાવાતનો સામનો કરતાં કોરોના મહામારી સામે પણ લડીશ. 
મહારાષ્ટ્રમાં કુલ દર્દીનો આંકડો 10 લાખને પાર થયો એના એક દિવસ બાદ ઠાકરેએ કહ્યું હતું કે મારી સરકારે કોરોના મહામારીનો સામનો કરવા અસરકારક પગલાં લીધા છે 
મુંબઈમાં કંગનાના બંગલાની તોડફોડ અને સુશાન્ત સિંહ રાજપુત મરણ કેસને જે રીતે હાથ ધર્યો એની રાજકીય ટીકાની પશ્ર્વાદભૂમિકામાં ઠાકરેએ કહ્યું હતું કે હું રાજકીય સંકટનો પણ સામનો કરીશ. રાજકારણી વિરોધીને પ્રતિસાદ આપવા મારે મુખ્ય પ્રધાનનો માસ્ક કાઢવો પડશે. હું નથી બોલતો એનો અર્થ એ નથી કે મારી પાસે જવાબો નથી. 
કોરનાની મહામારી વખતે શરૂ કરેલા મિશન બીગેન અગેન વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે મારા શાસને કોરોનાની મહામારી, પૂર અને વાવાઝોડાનો સારી રીતે સામનો કર્યો છે. અમુક લોકો એમ માનતા હતા કે આના ભાગરૂપે તેઓ રાજકારણ કરશે. મહારાષ્ટ્રને બદનામ અને મલીન કરવાનું આ કાવતરું છે. લોકોના 
 સહકાર્ય વડે કોરોના વિરુદ્ધના યુદ્ધમાં નિર્ણાયક વિજય મેળવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આ માટે રાજ્યમાં મારું કુટંબ, મારી જવાબદારી ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશ દ્વારા રાજ્યના દરેક કુટંબ સુધી પહોંચવાનો પ્રયત્ન શાસન કરશે. આમાં લોકપ્રતિનિધી, પ્રશાસન અને નાગરિકનો સહભાગ મહત્તવનો હશે એવું પ્રતિપાદન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું. મરાઠા આરક્ષણ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રાજ્ય સરકાર મરાઠા અનામત અંગે સરકાર ગંભીર છે અને આમાં બધાને સહભાગી કરીને કાનુની લડાઈ વધારે ચીવટ સાથે લડીશું અને માર્ગ કાઢીશું. 
રાજ્યની જનતા સાથે મુખ્ય પ્રધાન ઠાકરે સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્ય પ્રધાન ઠાકરેએ કહ્યું હતું કે ઉત્સવના સમયમાં બધા જ ધર્મના લોકોએ દાખવેલા સંયમ બદલ હું તેમને ધન્યવાદ આપું છું.. કોરોનાનું સંકટ વધ્યું હોવથી ફરી હરીઓમ બોલીને જનતાનું આરોગ્ય સુખાકારી રાખવા શાસન પ્રયત્નશીલ છે. કોરોનાને હરાવવા શાસન આમ આદમીને પણ સહભાગી કરવા માગે છે. આથી રાજ્યમાં 15 સપ્ટેમ્બરથી મારા કુટંબ, મારી જવાબદારી ઝુંબેશ શરૂ કરાશે. આ માટે દરેક મતદારક્ષેત્રમાં આરોગ્ય, મહેસુલ સહીત ઈતર વિભાગોના કર્મચારીને સામેલ કરાશે.આમાં ટુકડીની રચના કરાશે આમાં કુટંબના 50 કરતાં વધારે વયનાની ખાસ તકેદારી લેવાશે. 
આરોગ્યની નવી સુટેવો 
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોરોના સામની લડાઈમાં સ્વસંરક્ષણ તરીકે દરેકે આરોગ્યિવષયક નાની બાબતોની કાળજી લેવી પડશે. માસકનો ઉપયોગ, ભીડવળી જગ્યામાં જવાનું ટાળવું, વારંવાર હાથ ધોવા, હવા-ઉજાશવાળી જગ્યામાં વિરામ લેવો, હોટેલ, રેસ્ટોરાંમાં નજીક ન બેસવું, પબ્લિક ટ્રાન્સપોર્ટ કે જાહેર શૌચાલયનો ઉપયોગ કરતી વખતે કાળજી લેવી અને આરોગ્ય વિભાગની સૂચનાઓ માનવી. રાજ્યમાં ફરી લોકડાઉન ન લાદવો માટે બધાએ સહકાર આપવો. આપણે આપણા સમયનું સૌથી મોટું સંકટનો સામનો કરી રહ્યા છીએ. 
સમાજના વિવિધ વર્ગોને રાહત 
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના કાળમાં પણ રાજ્યના વિવિધ વર્ગોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. કુપોષિત બાળકો અને ગર્ભવતી અને શિશુને દુધ આપનાર માતાને એક વર્ષ સુધી મફત દૂધ આપાશે. આદિવાસી બંધુઓ 100 ટકા અનુદાન યોજના શરૂ કરાઈ છે. શિવભોજન થાળી પાંચ રૂપિયામાં મળે છે અને અત્યાર સુધી પોણાબે કરોડ લોકોએ આનો લાભ લીધો છે. 
વિદ્યાર્થીને ઓનલાઈન શિક્ષણ અપાય છે. રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાની અસરગ્રસ્તોને 700 કરોડ રૂપિયાની મદદ દેવાઈ છે. પૂર્વ વિદર્ભમાં પુર આવ્યું ત્યારે 18 કરોડ રૂપિયાની મદદ કરાઈ છે. 
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer