સરકાર રાહત પેકેજ નહીં આપે તો 2.75 કરોડ નાના વેપારીઓને દુકાનો બંધ કરવાનો વારો આવશે : કૈટ

સરકાર રાહત પેકેજ નહીં આપે તો 2.75 કરોડ નાના વેપારીઓને દુકાનો બંધ કરવાનો વારો આવશે :  કૈટ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 13 : કોરોનાને કારણે દેશમાં નાના વેપારીઓના બેહાલ થયા છે અને કેન્દ્ર સરકાર જો તત્કાલ આર્થિક રાહત પેકેજની જાહેરાત નહી કરે તો દેશમાં પોણા બે કોરોડ જેટલા નાના વેપારીએને તેમની દુકાન બંધ કરવાની ફરજ પડી શકે છે એમ કોનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ રવિવારે કહ્યું હતું 
કૈટએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી કોઈ રાહત પેકેજને ન મળતા લગભગ પોણા બે કરોડ એટલે કે પચીસ ટકા નાના વેપારીઓને દુકાન બંધ કરવાની ફરજ પડી શકે છે.  આ દુકાનો બંધ થશે તો તેની અર્થતંત્ર પર વિપરિત અસર પડશે. 
કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભારતીય અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે હ્યું હતું કે દેશમાં સાત કરોડ જેટલા નાના વેપારીઓ છે. આ નાના વેપારીઓ 40 કરોડ લોકોને રોજગાર આપે છે, આઠ હજારથી વધુ મુખ્ય વસ્તુઓનો વેપાર કરે છે અને તેમનું કુલ વાર્ષિક  ટર્નઓવર 60 લાખ કરોડની આસપાસ છે. 
સાત ટકા નાના વેપારીઓમાંથી માત્ર સાત ટકા જેટલા નાના વેપારીઓને બૅન્ક તરફથી આર્થિક સહાય મળે છે જ્યારે બાકીના પોતાની રીતે નાણાની વ્યવસ્થા કરતાં હોય છે. 
 બન્નેએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે 20 લાખ કરોડના જે આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી હતી એમાં નાના વેપારીઓ માટે કોઈ જોગવાઈ નહોતી. પોણા બે કરોડ નાના વેપરીઓની દુકાનો બંધ થશે તો એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદાસીનતા જવાબદાર હશે અને એની વિપરિત અસર વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકલ-વોકલ અને અત્મનિર્ભર ઝુંબેશ પર પડશે. 
આ વેપારીઓને અત્યારે લોનના માસિક હપ્તા, લાઈટના બિલ, પગાર, પ્રોપર્ટી ટેક્સ વગેરે ભરવામાં પણ તકલીફ પડી રહી છે. અમે વડા પ્રધાનને અપીલ કરીએ છીએ કે નાના વેપારીઓની હાલતને ધ્યાનમાં રાખી તેમના માટે તત્કાલ આર્થિક રાહત પેકેજની જાહેરાત કરે.
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer