રાજ્યમાં કોરોનાના 22,000થી વધુ નવા કેસ અને 400થી વધુ મરણ નોંધાયા

રાજ્યમાં કોરોનાના 22,000થી વધુ નવા કેસ અને 400થી વધુ મરણ નોંધાયા
મુબઈમાં સતત પાંચમા દિવસે 2000થી વધારે નવા દર્દી 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 13?:  મુંબઈમાં આજે કોરોનાના 2,085 નવા દર્દી મળ્યા હતા.  સતત  પાંચ દિવસથી 2000થી  વધારે કેસ મળે છે.  આ સાથે કુલ દર્દીનો આંકડો 1,69, 693 થયો હતો. મુંબઈમાં મળતા નવા દર્દીની સંખ્યામાં ઓચિંતો ઉછાળો આવ્યો છે.  આજે 902 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 1,30,918 દર્દી સાજા થયા છે. શહેરમાં હવે 30,271 સક્રીય દર્દી છે.  આજે મુંબઈમા 41 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 27 દર્દીને  કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 27 પુરુષ અને 14 મહિલા દર્દી હતા. મરણ પામનારા 32 દર્દી 60 વર્ષની,ઉપરના,9 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. મૃતકોમાં 40થી નાની વયના એકેય   દર્દીનો સમાવેશ થતો નહોતો. મરણાંક 8147નો થયો છે. 
મુંબઈમાં કોરોનાની સ્થિતી  ફરી ગંભીર બનતી જાય છે. મુંબઈમાં રીકવરી રેટ ઘટીને 77 ટકા અને ડબાલિંગ રેટ ઘટીને 56 દિવસનો છે. 6 સપ્ટેમ્બરથી  12 સપ્ટેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર વધીને 1.24 ટકાનો છે. શહેરમાં 555 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 7983 મકાનો સીલ કરાયા છે. રાજ્યમાં કોરોનાની હાલત બદતર થતી જાય છે. રાજ્યમાં પહેલી વાર નવા કેસનો આંકડો 23,000ને પાર કરી ગયો છે. ગણેશ વિસજર્ન  પછી કોરોના દર્દીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આજે 22543 નવા દર્દી મળ્યા હતા.   
. રાજ્યમાં કોરોનાના કુલ  દર્દી 10,60,308 થઈ ગયા છે. રાજ્યમાં ફરી 400થી વધારે મરણ નોંધાયા હતા. ગણેશોત્વ પછી કેસમાં ઓચિંતો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં મોટા ઉછાળાનું કારણ રેડ ઝોન જાહેર કરેલા 19 શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં વધેલા કેસ છે. રાજ્યમાં આંતરિજલ્લા પ્રવાસની છૂટ આપી હોવાથી ગામડામાં પણ કોરોના ફેલાયો છે.  
રાજ્યમાં 2,90,344 સક્રીય દર્દી છે. રાજ્યમાં આજે 416 દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.79  ટકાનો છે.  રાજ્યમાં કુલ 29,531 દર્દીના મૃત્યું થયા છે. રાજ્યમાં રાહતની વાત એ છે કે આજે 11,549 દર્દી સાજા થયા  હતા. કુલ 7,40,069 દર્દી સાજા થયા છે.  રાજ્યમાં રીકવરી રેટ 70.2 ટકા છે.  રાજ્યમાં 52,53,676 ટેસ્ટ થઈ છે અને આમાંથી 20.18 ટકા એટલે કે 10,60,308 કેસ પૉઝિટિવ આવ્યા હતા.
હાલમાં 16,83,770 લોકો હોમ ક્વૉરેન્ટાઈન અને 39,294 લોકો ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરેન્ટાઈન છે.   
Published on: Mon, 14 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer