ત્રીજી અૉક્ટોબરથી આવે છે `બિગ બોસ-14''

ત્રીજી અૉક્ટોબરથી આવે છે `બિગ બોસ-14''
કોરોના મહામારીને લીધે મનોરંજન ઉદ્યોગને સૌથી વધુ ફટકો પડયો છે અને હવે નવી ફિલ્મો કે કાર્યક્રમો કયારે રજૂ થશે તે નિશ્ચિત કહેવું અશક્ય બની ગયું છે. ટીવી રિયાલિટી શો બિગબોસ-14ની રજૂઆત વિશે પણ જાતજાતની અફવાઓ સાંભળવા મળતી હતી. પરંતુ છેવટે તેની રજૂઆતની તારીખ બહાર પડતાં ચાહકોને નિરાંત થઇ છે. આ શોનો પ્રથમ એપિસોડ ત્રીજી ઓક્ટોબરે રાતના નવ વાગ્યે પ્રસારિત થશે અને ત્યારે તેમાં કઇ સેલિબ્રિટિઝને લેવામાં આવી છે તેનુ રહસ્ય છતું થશે. 
કલર્સ ચેનલે ટ્વીટર પર બિગબોસ-14ન નવો પ્રોમો મૂકયો છે અને તેનો સચાલક સલમાન ખાન છે. કોવિડ-19ને લીધે આ શોની નવી સિઝન ઘોંચમાં હોવાનું ચર્ચાતું હતું તેના પર હવે પૂર્ણવિરામ મૂકાિ ગયું છે. પ્રોમોમાં સલમાનના હાથ અને પગ સાંકળથી બંધાયેલા અને મોઢા પર માસ્ક જોવા મળે છે. પછી તે સાંકળ તોડે છે અને માસ્ક ઉતારે છે અને કહે છે કે આ શો કોવિડ-19 સામનો જવાબ છે. નોંધનીય છે કે સલમાન 11 વર્ષથી આ શોનું સંચાલન કરી રહ્યો છે. 
જો કે, કોરોનાને લીધે આ વર્ષે શોમાં લાઇવ ઓડિયન્સ નહીં હોય અને પહેલો એપિસોડ ત્રણ દિવસ એડવાન્સમા શૂટ કરી લેવામાં આવશે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer