રૂપલ પટેલ ફરી જોવા મળશે `કોકિલાબેન''ની ભૂમિકામાં

રૂપલ પટેલ ફરી જોવા મળશે `કોકિલાબેન''ની ભૂમિકામાં
ટીવી સિરિયલ સાથ નિભાના સાથિયા-ટુની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તાજેતમાં જ તેના કલાકારોનાં નામ વિશે ચાલતી જાતજાતની અટકળોનો અંત આવ્યો છે. દેવોલિના ભટ્ટાચારજી ગોપી બહુની ભૂમિકામાં જોવા મળશે અને શોના પ્રથમ ટીઝરમાં પણ તે જોવા મળે છે. અહમના પાત્રમાં મહમદ નઝીમને જ લેવામાં આવ્યો છે. હવે જયારે ગોપી અને અહમ પાછા ફરી રહ્યા છે ત્યારે બધાની નજર કોકિલાબેન પર હતી. કોકિલાબેનનું પાત્ર ભજવતી રૂપલ પટેલ વગર તો સાથ નિભાના સાથિયા અધૂરી ગણાય. આથી હવે કોકિલાબેનને પણ લેવામાં આવ્યા છે. રૂપલે આ સમાચારને સમર્થન આપતા જણાવ્યું હતું કે, કોકી વગર તો આ સિરિયલનો વિચાર જ ન કરી શકાય. 
કોકિલાબેન કડક સવભાવના હોવા છતાં બધાને સમાન દૃષ્ટિથી જોતા હોય છે. તેણે પોતાના સંતાનો અને વહુઓ વચ્ચે કોઇ તફાવત રાખ્યો નથી. રૂપલે જણાવ્યું હતું કે, હું કોકિલાની જેમ કડક નથી પરંતુ હળવા સ્વભાવની છું. આમ છતાં મને મળતી યુવતીઓ કહે છે કે તેમને કોકી જેવી સાસુ જોઇએ છે. 
હાલમાં રૂપલ યે રિશ્તા કયા કહેલાતા હૈમાં અબીર (સાહિર શેખ)ની માતા મીનાક્ષીનું પાત્ર ભજવે છે. આમ તો તે એક જ સમયે એક જ પાત્ર ભજવવામાં માને છે પરંતુ ચેનલ સ્ટાર પ્લસ તથા બંને સિરિયલના નિર્માતાઓએ રૂપલને ખાતરી આપી છે કે તેનું શિડયુલ સરળ રહે એ રીતે ગોઠવવામાં આવશે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer