રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની `સ્ત્રી'' જાપાનમાં રજૂ થશે

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની `સ્ત્રી'' જાપાનમાં રજૂ થશે
વિદેશમાં હિન્દી ફિલ્મોની માગ જોવા મળે છે. ચીનમાં દંગલ જેવી ફિલ્મોએ કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ચીન બાદ જાપાનમાં પણ હિન્દી ફિલ્મો સારો બિઝનેસ કરે છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર 
અભિનયઇ સસ્પેન્સ કોમેડી ફિલ્મ સ્ત્રી હવે જાપાનમા રજૂ થવાની છે. શ્રદ્ધાએ આ ફિલ્મમાં સામાન્ય યુવતીથી લઇને ગૂઢ મહિલાની ભૂમિકા ભજવી છે. આમાં તેના અભિનયની પ્રશંસા પણ થઇ હતી. ફિલ્મમાં રાજકુમાર અને શ્રદ્ધાની સાથે પંકજ ત્રિપાઠી પણ મહત્ત્વના પાત્રમાં છે. 
શ્રદ્ધાએ પોતાના ચાહકોને સોશિયલ મીડિયા પર સમાચાર આપતાં કહ્યું હતું કે હવે સ્ત્રી જાપાનમાં રજૂ થશે. ભારતમાં તો આ ફિલ્મને રજૂ થયાને બે વર્ષ થઇ ગયા છે છતાં તેને વારંવાર જોવી ગમે છે. તેનું ગીત મિલેંગે મિલેંગે લોકજીભે રમી રહ્યું છે. ફિલ્મનું રહસ્ય જકડી રાખે એવું છે અને તેમાં છેલ્લે ક્લિફ હેંગર રાખવામાં આવ્યું છે જેથી તે કથાને આગળ વધારી શકાય. અત્યારે શ્રદ્ધા લવરંજનની આગામી ફિલ્મમાં રણબીર કપૂર સાથે અભિનય કરવાની તૈયારી કરી રહી છે.

Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer