કોરોનામુક્ત દીપક ચહરની ફિટનેસ ધોની માટે મહત્વની : અગરકર

કોરોનામુક્ત દીપક ચહરની ફિટનેસ ધોની માટે મહત્વની : અગરકર
નવી દિલ્હી, તા.14: સુરેશ રૈના અને હરભજનસિંઘની ગેરહાજરીને લીધે ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સની મુશ્કેલી તો વધી છે. રૈનાનો પર્યાય ગણાતો ઋતુરાજ ગાયકવાડ હજુ કોરોનામાંથી સંપૂર્ણ બહાર આવી શક્યો નથી. તે લગભગ ટીમના શરૂઆતના બે મેચ ગુમાવશે. બીજી તરફ ઝડપી બોલર દીપક ચહર કોરોનામુકત થયો છે. આ બારામાં ભારતના પૂર્વ ઝડપી બોલર અજીત અગરકરનું માનવું છે કે દીપક ચહરની ફિટનેસ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે મહત્વની બની રહેશે. અગરકર કહે છે કે સુકાની ધોની ચહર પર ઘણો નિર્ભર છે. ધોની પાસે તેની પાસે ઇનિંગની શરૂઆતમાં અને આખરમાં બોલિંગ કરાવે છે. કોરોનામાંથી બહાર આવ્યા બાદ દીપક ચહરનું ફિટનેસનું સ્તર કેવું રહે છે તે મહત્વનું છે. અગરકર કહે છે કે મને આશા છે કે પ્રેકટીસ મેચ રમવાથી ચહરને ફાયદો મળશે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer