ભારત સામે મેલબૉર્નમાં રમાનારી બૉક્સિંગ ડે ટેસ્ટમાં દર્શકોને પ્રવેશ

ભારત સામે મેલબૉર્નમાં રમાનારી બૉક્સિંગ ડે ટેસ્ટમાં દર્શકોને પ્રવેશ
વિક્ટોરિયા પ્રાંતની સરકારનો સંકેત
મેલબોર્ન, તા.14: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે તા. 26 ડિસેમ્બરે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાવાનો છે. આ મેચમાં લગભગ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. આ સંકેત વિકટોરિયા રાજયના વડાપ્રધાન ડેનિયલ એન્ડ્રયૂજે આપ્યો છે. તેમણે આ બારામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત પણ કરી છે. ડેનિયલે કહ્યંy છે કે વિકટોરિયા પ્રાંતની સરકાર આગામી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ અને બોકસીંગ ડે ટેસ્ટ મેચ વખતે સ્ટેડિયમમાં મર્યાદિત સંખ્યામાં દર્શકોને પ્રવેશ આપવાની યોજના બનાવી રહ્યં છે. જો કે એ વાત ઉલ્લેખનિય રહેશે કે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ કોરોનાના કેસ વિકટોરિયા વિસ્તારમાંથી જ આવ્યા છે. આથી ભારત સામેનો બોક્સિંગ ડે ટેસ્ટ એડિલેડ અથવા બ્રિસબેન ખેસડવાની હિલચાલ થઇ રહી છે. 
ગત જાન્યુઆરીમાં જ્યારે કોરોના મહામારી ન હતી ત્યારે મેલબોર્નમાં રમાયેલ ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન 8 લાખથી વધુ દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ સામેના બોકસીંગ ડે ટેસ્ટમાં બે લાખ (પાંચ દિવસ દરમિયાન) દર્શકોની હાજરી નોંધાઇ હતી. 
ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચની સિરિઝ રમવાની છે. પ્રવાસની શરૂઆત ટી-20 શ્રેણીથી થશે. અંતમાં વન ડે સિરિઝ રમાશે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer