બિહારમાં કંગના રનૌત નહીં પણ વડા પ્રધાન મોદી સ્ટાર પ્રચારક : ફડણવીસ

શિવસેનાના આક્ષેપોને આવ્યો રદિયો
મુંબઈ, તા. 14: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ અંગે અભિનેત્રી કંગના રાણાવતએ અનેક ગંભીર દાવા કર્યા છે. શિવસેનાએ આક્ષેપ કર્યો છે કે બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા હેતુપૂર્વક વાતાવરણમાં ગરમાટો લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે તેનો ઉત્તર આપતા જણાવ્યું છે કે બિહારમાં અમે કંગના રાણાવતને સ્ટાર પ્રચારક બનાવશુ એવા શિવસેનાના વિધાનો પાયાવિહોણા છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર સ્ટારપ્રચારક રહેશે. તેથી અમને બીજા સ્ટાર પ્રચારકની આવશ્યકતા નથી.
કંગનાની અૉફિસ ઉપર પાલિકાએ કરેલી કાર્યવાહી અંગે ફડણવીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહી વેર વાળવાની ભાવનાથી કરવામાં આવી છે. એ સ્પષ્ટ દેખાય છે. કાર્યવાહી કરવાની આ પદ્ધતિ નથી એમ તેમણે ઉમેર્યું હતું.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer