સાંસદોના વેતનમાં 30 ટકા કાપ

નવી દિલ્હી, તા. 14 : કેન્દ્રની મોદી સરકારે સાંસદોના વેતનને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારે સોમવારે લોકસભામાં બિલ રજૂ કર્યું હતું. જેમાં એક વર્ષ સુધી સાંસદોની સેલેરીમાં 30 ટકાના કાપની જોગવાઈ છે. સરકારે આ નિર્ણય કોરોના મહામારીના કારણે ઉત્પન્ન સ્થિતિમાં મુકાબલા માટે લીધો છે. સંસદીય મામલાના મંત્રી પ્રહલાદ જોશીએ લોકસભામાં સંસદ સભ્યોના વેતન, ભથ્થા અને પેન્શન સંશોધન વિધેયક 2020ને રજૂ કર્યું હતું. જે સંસદ સભ્યોના વેતન, પથ્થા અને પેન્શન વટહૂકમનું સ્થાન લેશે. પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, તેઓએ સંસદ સભ્યોના વેતન અધિનિયમ 1954મા સંશોધન માટે વિધેયક રજૂ કર્યું છે. 
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer