પાલિકા સામે નવો પડકાર : 7680 બિલ્ડિંગ સીલ

મુંબઈ, તા 14 : મુંબઈમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે ઝૂંપડપટ્ટી અને ચાલીઓ કરતાં બિલ્ડિગોમાં કોરોના વધુ ફેલાઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યુ છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા 12 દિવસમાં બિલ્ડિગના કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા 1387થી વધીને 7680 થઈ ગઈ છે. તો ઝૂંપડપટ્ટી-ચાલીઓમાં કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા વીસ જેટલી ઘટીને 557 થઈ છે. આને કારણે મોટી સોસાયટી અને બિલ્ડિગમાં કોરોનાને નિયંત્રણમાં રાખવાનો પડકાર પાલિકા સામે ખડો થયો છે. 
મુંબઈમાં નિયંત્રણમાં આવેલા કોરોનાના દરદીઓની સંખ્યા હવે ફરી વધી રહી હોવાથી 12 સપ્ટેમ્બર સુધીમાં કુલ દરદીઓની સંખ્યા 1,67,608 થઈ છે. તો મૃતકોની સંખ્યા 8106 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 1,30,016 જણ કોરોનામુક્ત થઈ પાછા ઘરે ગયા છે. જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા 29,131 જેટલી છે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer