90 વરસથી મોટી વયની બે વૃદ્ધોએ આપી કોરોનાને માત

90 વરસથી મોટી વયની બે વૃદ્ધોએ આપી કોરોનાને માત
મુંબઈ, તા. 14 : ધીરજ અને સકારાત્મક વલણને કારણે 92 વર્ષના ઘનશ્યામદાસ ચંચલાની અને 91 વર્ષનાં માધુરી સંપતે કોવિડ-19ને માત આપી હોવાનું દક્ષિણ મુંબઈમાં આવેલી વૉકહાર્ટ હોસ્પિટલે જણાવ્યું હતું. દરદીઓ સાજા થઈ ફરી તેમના કુટુંબીજનોને મળ્યા. જોકે તેમણે મહામારી દરમ્યાન કોરોનાનો મુકાબલો કરી રહેલા અનેક દરદીઓને રોગ સામે લડવા માટેની પ્રેરણા આપી છે. જો યોગ્ય સારવાર મળે તો 90 વરસ કરતા મોટી વયના દરદીઓ પણ સાજા થઈ શકે છે એ બંનેએ પુરવાર કર્યું. 
92 વર્ષના ઘનશ્યામદાસ ચંચલાની પનવેલ રહે છે અને ક્યારે તેમણે મોર્નિંગ વૉક ક્યારે ચુક્યા નથી. લૉકડાઉન દરમ્યાન બહાર જતા ન હોવા છતાં તેમનામાં એકાદ અઠવાડિયાથી તાવ જેવા લક્ષણો જોવા મળ્યો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવ્યા. દુર્ભાગ્યે તેમના સ્વૅબ અને લોહીના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. 
જ્યારે 91 વર્ષનાં બીજા દરદી માધુરી સંપટે પણ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી. 2019માં તેમને ફ્રેક્ચર થયું હોવાથી છ મહિનાથી પથારીવશ હતાં. તેમના રાજિંદા કાર્યો માટે પરિવારજનો પર આધાર રાખવો પડતો હતો.  તેમને કોવિડ-19નો ચેપ લાગ્યો અને તેમનામાં તાવ, કળતર અને હળવી ખાંસી જેવા લક્ષણો જણાયા. ઉપરાંત તેમને યુરિનરી ઇફેક્શન થયું હોવાનું પણ જણાયું હતું. વૉકહાર્ટ હોસ્પિટલે બંને દરદીઓને દાખલ થવાની સલાહ આપી હતી. 
હોસ્પિટલના ડૉક્ટર બેહરામ પારડીવાલાએ જણાવ્યુ કે ચંચલાનીનું ઓક્સિજન લેવલ બાર દિવસ બાદ નોર્મલ થયતાં તેમને રજા અપાઈ. જોકે તેમને 14 દિવસ ફરજિયાતપણે ક્વૉરન્ટાઇન કરાયા બાદ હવે સ્વસ્થ છે. 
જ્યારે માધુરી સંપટ દાખલ થયાં ત્યારે તેમની હાલત સારી હતી. અમે અન્ય દવાઓની સાથે ડિહાઇડ્રેશનની સારવાર આપી હતી. તેઓ 14 દિવસ હોસ્પિટલમાં રહ્યાં હતાં અને 7 દિવસ ક્વૉરન્ટાઇન થવા જણાવ્યું હતું.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer