મુંબઈમાં સતત છઠ્ઠા દિવસે મળ્યા બે હજારથી વધારે નવા દર્દી

મુંબઈમાં સતત છઠ્ઠા દિવસે મળ્યા બે હજારથી વધારે નવા દર્દી
રાજ્યમાં પાંચ દિવસ પછી મળ્યા 20,000થી ઓછા કેસ 
મુંબઈમાં કોરોનાથી 31નાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : મુંબઈમાં આજે કોરોનાના 2,256 નવા દર્દી મળ્યા હતા.  સતત  છ દિવસથી 2000થી  વધારે કેસ મળે છે.  આ સાથે કુલ દર્દીનો આંકડો 1,71, 6949 થયો હતો. મુંબઈમાં મળતા નવા દર્દીની સંખ્યામાં ઓચિંતો ઉછાળો આવ્યો છે.  આજે 1431 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 1,32,349 દર્દી સાજા થયા છે. શહેરમાં હવે 31,063 સક્રિય દર્દી છે. 30,000થી વધારે સક્રિય દર્ધી છેલ્લે જુલાઈની શરૂઆતમાં નોંધાયા હતા. આજે મુંબઈમા 31 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 24 દર્દીને  કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 18 પુરુષ અને 13 મહિલા દર્દી હતા,. મરણ પામનારા 24 દર્દી 60 વર્ષની,ઉપરના,4 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. મૃતકોમાં 40થી નાની વયના 3   દર્દીનો સમાવેશ થતો હતો. મરણાંક 8178નો થયો છે. 
મુંબઈમાં કોરોનાની સ્થિતી  ફરી ગંભીર બનતી જાય છે. મુંબઈમાં રીકવરી રેટ ઘટીને 77 ટકા અને ડબાલિંગ રેટ ઘટીને 56 દિવસનો છે. 7 સપ્ટેમ્બરથી  13 સપ્ટેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર વધીને 1.24 ટકાનો છે. શહેરમાં 564 સક્રિય કન્ટેનમેન્ટ ઝોન છે અને 8673 મકાનો સીલ કરાયા છે. રાજ્યમાં કોરોનાની હાલત બદતર થતી જાય છે. રાજ્યમાં પહેલી વાર નવા કેસનો આંકડો 23,000ને પાર કરી ગયો છે. આજે પાચ દિવસ બાદ પહેલી વાર 20,000થી ઓછા કેસ મળ્યા છે. આજે 17,066 નવા કેસ મળ્યા હતા. જોકે સપ્ટેમ્બર મહિનામાં કોરોનાએ કાળો કેર વરસાવ્યો છે. સૌથી વદારે કેસ આ મિહનામાં નોંધાય એવી સંભાવના છે. આ મિહનાના 14 દિવસમાં 2,84,761 જેટલા કેસ નોંધાયા છે.ઓગસ્ટમાં 3,71,238 જુલાઈમાં 2,47,392, કેસ નોંધાયા હતા. 9 સપ્ટેમ્બરે 23,816, 10 સપ્ટેમ્બરે 23,446, 11 સપ્ટેમ્બરે 24,886, 12 સપ્ટેમ્બરે 22,084 અને 13 સપ્ટેમ્બરે 22,543 નવા કેસ નોંધાયા હતા. 
રાજ્યમાં કોરોનાના કુલ  દર્દી 10,77,374 થઈ ગયા છે. આજે  કોરનાને લીધે 257 દર્ધીના મૃત્યું થયા હતા.
રાજ્યમાં 2,99,256 સક્રિય દર્દી છે. રાજ્યમાં આજે 257 દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.77  ટકાનો છે.  રાજ્યમાં કુલ 29,894 દર્દીના મૃત્યું થયા છે. રાજ્યમાં રાહતની વાત એ છે કે આજે 15,789 દર્દી સાજા થયા  હતા. કુલ 7,55,850 દર્દી સાજા થયા છે.. રાજ્યમાં રીકવરી રેટ 70.16 ટકા છે.  રાજ્યમાં 53,21,116 ટેસ્ટ થઈ છે અને આમાંથી 20.2 ટકા એટલે કે 10,77,374 કેસ પૉઝિટિવ આવ્યા હતા. હાલમાં 17,12,160 લોકો હોમ ક્વૉરેન્ટાઈન અને 39,198 લોકો ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરેન્ટાઈન છે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer