લૉકડાઉનમાં મૃત્યુ પામેલા શ્રમિકોની સંખ્યાથી સરકાર અજાણ છે

લૉકડાઉનમાં મૃત્યુ પામેલા શ્રમિકોની સંખ્યાથી સરકાર અજાણ છે
લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં ખુલાસો
નવી દિલ્હી, તા. 14: કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી દેશભરમાં લાગુ કરવામાં આવેલા 68 દિવસનાં લોકડાઉનમાં કેટલા પ્રવાસી શ્રમિકોનાં મૃત્યુ થયાં ? આ સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે સંસદને કહ્યું હતું કે, તેના કોઈ આંકડા ઉપલબ્ધ નથી. લોકડાઉનનાં કારણે લાખો શ્રમિકો પોતાનાં શહેરોથી ગામ તરફ પલાયન થયા હતા. જેમાં ઘણાનાં મૃત્યુ રસ્તામાં અલગ અલગ કારણોથી થયાં હતાં. લોકસભામાં સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર અવગત છે કે ઘરો તરફ પરત ફરતા શ્રમિકોના રસ્તામાં મૃત્યુ થયાં હતાં અને શું રાજ્યવાર મૃતકોની સંખ્યા ઉપલબ્ધ છે ? પીડિતોને સરકારે કોઈ વળતર કે આર્થિક સહાય આપી છે ? તેવો સવાલ પણ પૂછવામાં આવ્યો હતો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે જવાબ આપતા કહ્યું હતું કે, મૃતકોની સંખ્યાને લઈને કોઈ ડેટા ઉપલબ્ધ નથી. મંત્રાલયે કહ્યું હતું કે, માહિતી રાખવામાં આવી નથી એટલે પીડિતો કે તેના પરિવારજનોને વળતરનો સવાલ ઉઠતો નથી.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer