ડ્રેગને આલાપ્યો શાંતિનો રાગ ભારત ચીનનું દુશ્મન નથી

ડ્રેગને આલાપ્યો શાંતિનો રાગ ભારત ચીનનું દુશ્મન નથી
નવી દિલ્હી, તા. 14 : લદ્દાખ સરહદે છેલ્લા અમુક મહિનાથી તનાવ ચાલી રહ્યો છે. ચીન તરફથી કરવામાં આવી રહેલા ઘુસણખોરીના પ્રયાસો બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. તેવામાં ચોમાસુ સત્રની પહેલા પીએમ મોદીએ ચીનને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. બીજી તરફ ચીન તરફથી બન્ને દેશો વચ્ચે શાંતિની બહાલીની વાતો કરવામાં આવી રહી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના કહેવા પ્રમાણે બીજિંગે નવી દિલ્હીને લઈને પોતાના વલણમાં કોઈ ફેરફાર કર્યો નથી. 
ગ્લોબલ ટાઈમ્સના કહેવા પ્રમાણે ચીન ભારતને દુશ્મન તરીકે નથી જોતું. ભારતને લઈને ચીનની નીતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. દ્વિપક્ષિય સંબંધોને સ્થિર અને મજબૂત બનાવવા માટે ભારત સાથે સહયોગ કરવા માટે ચીન તૈયાર છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, પહેલા જેવી સ્થિતિ બનતા થોડો સમય લાગશે પણ બન્ને દેશોએ એક બીજા સાથે મુલાકાત કરતા રહેવું પડશે. 
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer