ડ્રગ કેસમાં સારા અલી ખાન અને રકુલ પ્રીત કૌરને આજે સમન્સ મોકલાશે

ડ્રગ કેસમાં સારા અલી ખાન અને રકુલ પ્રીત કૌરને આજે સમન્સ મોકલાશે
મુંબઈ, તા. 14 : અભિનેતા સુશાંત સિંહ રાજપુત કેસમાં ડ્રગ એન્ગલની તપાસ કરતા નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ભાઈના સ્કૂલ ફ્રેન્ડની ધરપકડ કરી છે. જ્યારે અભિનેત્રીઓ સારા અલી ખાન અનો રકુલ પ્રીત કૌરની પણ પૂછપરછ કરાશે અને તેમને મંગળવારે (આજે) સમન્સ મોકલાવાશે. 
સોમવારે સવારે એનસીબીએ શોવિકના દોસ્ત સુર્યદિપ મલ્હોત્રાના ઘર પર દરોડો પાડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. રવિવારે એનસીબીએ જે છ ડ્રગ ડીલરોની ધરપકડ કરી હતી એમાં સંકેત પટેલ નામનો એક ગુજરાતી આરોપી પણ છે. એનસીબીએ આ મામલામાં અત્યાર સુધી 16 આરોપીઓની ધરપકડ કરી છે. 
રવિવારે પકડવામાં આવેલા છ આરોપીને સોમવારે કોર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા. જેમાથી ત્રણ આરોપીને બુધવાર સુધીની એનસીબી ક્સ્ટડી મળી હતી જ્યારે બાકીના ત્રણને 14 દિવસની અદાલતી કસ્ટડી મળી હતી. 
દરમિયાન રિયાએ તેના કબુલાતનામામાં સારા અલી ખાન અને રકુલ પ્રીત કૌરનાં નામ આપ્યા હોવાની વાતને એનસીબીએ સમર્થન આપ્યું છે. આ બન્ને અભિનેત્રીને પૂછપરછ માટે બોલાવાશે અને તેમને મંગળવારે (આજે) સમન્સ મોકલવામાં આવશે. 
રિયાએ એનસીબી સમક્ષ 20 પાનાનું કબુલાતનામુ આપ્યું છે. એમા આ બે અભિનેત્રીઓ ઉપરાંત ડિઝાઈનર સાઈમન ખંભાટાનું પણ નામ છે. બોલીવૂડની કુલ પચીસ હસ્તીઓનાં નામ તેણે એનસીબીન આપ્યા છે. 
બીજી તરફ રિયા ડ્રગ્સની ખરીદી માટે તેની માતાનો ફોનનો ઉપયોગ કરતી હોવાનું પણ કહેવાય છે. જોકે એનસીબીએ આ વાતને સમર્થન આપ્યું નહોતું. 
રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક જામીન માટે મુંબઈ હાઈ કોર્ટમાં સોમવારે અરજી કરે એવી શક્યતા હતી, પણ સેશન્સ કોર્ટનો ઓર્ડર ન મળતા આ અરજી હવે મંગળવારે કે બુધવારે કરવામાં આવે એવી શક્યતા છે. તેમના વકિલ સતિશ માનાશિંદેએ કહ્યું હતું કે હાઈ કોર્ટમાં ઉતાવળે કોઈ અરજી નહીં કરાય. એકવાર સેશન્સ કોર્ટનો ઓર્ડર હાથમાં આવે એ બાદ એનો અભ્યાસ કરાશે અને પછી સમજી વિચારીને જામીન અરજી કરાશે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer