એન્ડી મરેને ફ્રૅન્ચ અૉપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

એન્ડી મરેને ફ્રૅન્ચ અૉપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
પેરિસ, તા.15: દુનિયાના પૂર્વ નંબર વન બ્રિટીશ ખેલાડી એન્ડી મરેને ફ્રેંચ ઓપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. 13 દિવસ બાદ શરૂ થઇ રહેલ આ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં વાઇલ્ડ કાર્ડ મેળવનાર 8 ખેલાડીમાં તે એકમાત્ર બિન ફ્રાંસીસી ખેલાડી છે. ઇજાને લીધે મરેનો ક્રમાંક હાલ 129 નંબર પર ખસી ગયો છે. તેને અમેરિકી ઓપનમાં પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી. જ્યાં તે બીજા રાઉન્ડમાં હાર્યોં હતો. 
એન્ડી મરે 2016માં ફ્રેંચ ઓપનમાં ફાઇનલમાં પહોંચ્યો હતો. મહિલા વર્ગમાં કેનેડાની યુજાની બુચાર્ડ અને બલ્ગેરિયાની સ્વેતાના પિરોંકોવાને વાઇલ્ડ કાર્ડ મળ્યા છે.
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer