મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓ સાથે અર્જુન તેંડુલકર

મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓ સાથે અર્જુન તેંડુલકર
ચાહકોએ કર્યો સગાંવાદનો આક્ષેપ
નવી દિલ્હી તા.1પ: આઇપીએલની ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ આ વખતે તેના પાંચમા ટાઇટલની તૈયારી જોરદાર રીતે કરી રહી છે. મુંબઇની ટીમ તેની સાથે નેટ બોલરોને પણ લઇ ગઇ છે. આ બોલરો બેટધરોને નેટ પ્રેકટીસમાં મદદ કરે છે. નેટ બોલરોમાં એક નામ અર્જુન તેંડુલકર છે. જે મહાન સચિન તેંડુલકરનો પુત્ર છે. મુંબઇ ઇન્ડિયન્સના યુવા સ્પિનર રાહુલ ચહરે અર્જુન અને સાથી ખેલાડીઓ સાથેનો પુલ સેશનનો એક ફોટો ટ્વિટર પર શેર કર્યોં હતો. જે ઘણા ચાહકોને પસંદ આવ્યો નથી. મુંબઇ ઇન્ડિયન્સના કાફલામાં અર્જુન તેંડુલકરને જોઇએ ચાહકોએ તેને `નેપોટિઝમ' (ભાઇ-ભત્રીજાવાદ) કહ્યં છે. તો કેટલાક ચાહકોએ અર્જુનનો ઉત્સાહ વધાર્યોં છે. સમર્થક ચાહકોને દલીલ છે કે અર્જુન પ્રતિભાશાળી યુવા મીડીયમ પેસર છે. આઇપીએલની ફ્રેંચાઇઝીઓ કોઇ પણને નેટ બોલર તરીકે પસંદ કરી શકે છે.
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer