વકીલોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પ્રાયોગિક ધોરણે મંજૂરી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 ( પીટીઆઈ) : બૉમ્બે હાઈ કોર્ટે મગળવારે મહારાષ્ટ્ર સરકાર અને રેલવેને 18 સપ્ટેમ્બરથી સાત અૉક્ટોબર સુધી હાઈ કોર્ટની કેસની પ્રત્યક્ષ સુનાવણીમાં હાજરી આપવા માટે લોકલ ટ્રેનમાં પ્રાયોગિક ધોરણે મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે ફક્ત આવશ્યક સેવાના કર્મચારીને માટે લોકલ ટ્રેન દોડાવે છે.  વડા ન્યાયમૂર્તિ દિપાનકર દત્ત અને જસ્ટિસ એસ. કુલકર્ણીની બનેલી  ખંડપીઠે કહ્યું હતું કે જે વકીલોને સુનાવણીમાં હાજર રહેવાનું હોય તેમને હાઈ કોર્ટના રજિસ્ટ્રારને લખવું પડશે અને રજિસ્ટ્રાર તેમને પ્રમાણપત્ર આપશે.આના આધારે રેલવેને ફક્ત એ દિવસ માટેનો પાસ કે ટિકિટ વકીલને આપવી પડશે.બેન્ચે કહ્યું હતું કે જો કોઈ વકીલ આનો દૂરુપયોગ કરશે તો બાર કાઉન્સિલ અૉફ મહારાષ્ટ્ર ઍન્ડ ગોવા આની વિરુદ્ધ પગલાં લેશે. બેન્ચે કહ્યું હતું કે અને વકીલોની જરૂરિયાત અંગે સંવેદનશીલ છીએ. જો આ સિસ્ટમ બરાબર કામ કરશે તો અમે નીચલી અદાલતમાં પણ તેનો અમલ કરીશું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે એવી રજુઆત કરી તી કે અમે વકીલોને સુનાવણીમાં હાજરી આપવા એક દિવસની છૂટ આપવા તૈયાર છીએ.
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer