કોરોના કાળમાં દુર્ગાપૂજા : પશ્ચિમ બંગાળમાં ખુલ્લી જગ્યાએ પંડાલો બંધાશે

કોલકાતા, તા. 15 : કોરોના કાળમાં સાવચેતીઓ સાથે પશ્ચિમ બંગમાં દુર્ગાપૂજા મહોત્સવ ઉજવાશે, એવી જાહેરાત મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કરી છે. આ માટે ખુલ્લી જગ્યામાં પંડાલો બાંધવામાં આવશે અને સોશ્યલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે.
મમતા દીદીની આ જાહેરાતથી ખુશ દુર્ગાપૂજા આયોજક મંડળોએ જણાવ્યું હતું કે લોકો દૂર રહીને જરૂરી સાવચેતીઓ સાથે માતાજીના દર્શન કરી શકે એવી જગ્યાઓમાં પંડાલો બાંધવામાં આવશે. કોરોનાનો ફેલાવો અટકાવવા સરકારી નિયમાવલીનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે એવી બાંયધરી પણ આયોજક મંડળોએ આપી છે. આ સંબંધી તૈયારીઓ શરૂ કરી દેવાયાનું મંડળોએ જણાવ્યું હતું.
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer