ભારતમાં કોરોનાની 30 જેટલી રસીઓ ઉપર કામ ચાલી રહ્યું છે : સરકાર

નવીદિલ્હી, તા.16: સરકારે આજે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની રસી વિકસિત કરવાનું કામ વિભિન્ન ચરણોમાં ચાલી રહ્યું છે અને 30થી વધુ રસી ઉત્પાદક કંપનીઓને સહયોગ આપવામાં આવ્યો છે. આમાંથી ત્રણ રસી અગ્રિમ પરીક્ષણનાં ચરણમાં છે જ્યારે ચાર માનવ પરીક્ષણ પૂર્વેનાં તબક્કામાં છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19ની સારવારના વિકલ્પો ઉભા કરવા માટે અગાઉથી પ્રચલિત 13 દવાઓના ક્લિનિકલ ટ્રાયલ પણ ચાલુ છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer