ઓડિશામાં હાથી પુનર્વસન કેન્દ્રની યોજના

ઓડિશામાં હાથી પુનર્વસન કેન્દ્રની યોજના
ભુવનેશ્વર, તા. 16 : હાથીઓના સંરણક્ષ અને સંવર્ધન માટે ઓરિસા સરકાર ટૂંક સમયમાં એલિફન્ટ રિહેબિલિટેશન સેન્ટર બનાવશે, એમ અધિકારીઓએ કહ્યું હતું. આ પ્રસ્તાવિત હાથી પુનર્વસન કેન્દ્રમાં ઝૂંડથી અલગ પડી ગયેલાં કે કુદરતી આફતથી ઈજાગ્રસ્ત હાથીઓની સારવાર-સુશ્રુષા કરાશે, એમ અધિકારીઓએ કહ્યું હતું.

સોમવારે ઓરિસાના વન અને પર્યાવરણ પ્રધાન બી. કે. આરૂખાએ કુમારખુંટી અભ્યારણ્યમાં આ યોજનાનું શિલારોપણ કર્યું હતું. આરૂખાએ કહ્યું હતું કે, હાથીઓના સંરક્ષણ અને સંવર્ધન માટેની આ યોજના અનોખી બની રહેશે અને ત્રણ મહિનાની અંદર આ કેન્દ્ર શરૂ થઈ જશે.

Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer