મુંબઈમાં મળ્યા વધુ 2352 દર્દી, કુલ આંકડો 1.75 લાખને પાર

મુંબઈમાં મળ્યા વધુ 2352 દર્દી, કુલ આંકડો 1.75 લાખને પાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16  મુંબઈમાં આજે કોરોનાના 2352 નવા દર્દી મળ્યા હતા.  ગઈ કાલના અપવાદ સિવાય સતત  પાંચ દિવસથી 2000થી  વધારે કેસ મળતા હતા.આ સાથે કુલ દર્દીનો આંકડો 1,75886,  થયો હતો. મુંબઈમાં મળતા નવા દર્દીની સંખ્યામાં ઓચિંતો ઉછાળો આવ્યો છે.  આજે 1500 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 1,35,566 દર્દી સાજા થયા છે. શહેરમાં હવે 31,678 સક્રીય દર્દી છે.  આજે મુંબઈમા 50 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 31 દર્દીને  કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 37 પુરુષ અને 13 મહિલા દર્દી હતા,. મરણ પામનારા 37 દર્દી 60 વર્ષની,ઉપરના, 11 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. મૃતકોમાં 40થી નાની વયના 2   દર્દીનો સમાવેશ થતો હતો. મરણાંક 8277નો થયો છે. 
મુંબઈમાં કોરોનાની સ્થિતી  ફરી ગંભીર બનતી જાય છે. મુંબઈમાં રીકવરી રેટ ઘટીને 77 ટકા અને ડબાલિંગ રેટ ઘટીને 55 દિવસનો છે. 9 સપ્ટેમ્બરથી  15 સપ્ટેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર વધીને 1.28 ટકાનો છે. શહેરમાં 601 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 8992 મકાનો સીલ કરાયા છે. રાજ્યમાં કોરોનાની હાલત બદતર થતી જાય છે. રાજ્યમાં પહેલી વાર નવા કેસનો આંકડો 23,000ને પાર કરી ગયો છે. ગણેશ વિસજર્ન  પછી કોરોના દર્દીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આજે 23365 નવા દર્દી મળ્યા હતા.   
રાજ્યમાં કોરોનાના કુલ  દર્દી 11,21,221 થઈ ગયા છે. રાજ્યમાં ફરી 400થી વધારે મરણ નોંધાયા હતા.  ગણેશોત્વ પછી કેસમાં ઓચિંતો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં મોટા ઉછાળાનું કારણ રેડ ઝોન જાહેર કરેલા 19 શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં વધેલા કેસ છે. રાજ્યમાં આંતરજિલ્લા પ્રવાસની છૂટ આપી હોવાથી ગામડામાં પણ કોરોના ફેલાયો છે.  
 રાજ્યમાં 2,97,125 સક્રીય દર્દી છે. રાજ્યમાં આજે 474 દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.75  ટકાનો છે.  રાજ્યમાં કુલ 30,883 દર્દીના મૃત્યું થયા છે. રાજ્યમાં રાહતની વાત એ છે કે આજે 17,559 દર્દી સાજા થયા  હતા. કુલ 7,92,832 દર્દી સાજા થયા છે. રાજ્યમાં રીકવરી રેટ 70.71 ટકા છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer