બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ અલ હસને માફી માગી

બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ અલ હસને માફી માગી
કોલકાતા, તા. 17 : બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને કોલકાતામાં કાલીપૂજામાં સહભાગી થવા બદ્દલ માફી માગી છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ સુકાની ગયા ગુરુવારે પૂજા પંડાલમાં ગયો હતો. આ પછી બાંગ્લાદેશની એક વ્યક્તિએ તેને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે શાકિબ દબાણમાં હતો. આ અૉલરાઉન્ડરે મંગળવારે માફી માગી લીધી હતી અને કહ્યું કે આવું ફરી નહીં થાય. 
શાકિબ ગયા ગુરુવારે કોલકાતા પહોંચ્યો હતો. તેણે અહીં બેલીઘાટ વિસ્તારમાં કાલીપૂજા કરી હતી. બીજા દિવસે તે બાંગ્લાદેશ પાછો ફર્યો હતો.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer