વારાવારા રાવનો ફરી મેડિકલ રિપોર્ટ તૈયાર થશે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈ કોર્ટને એલગાર પરિષદ અને નક્ષલવાદી લિંક કેસના આરોપી કવિ-અક્ટિવિસ્ટ વારાવારા રાવના મેડિકલ રિપોર્ટ આપ્યા હતા અને કહ્યું હતું કે વારાવારા રાવ જેલમાં સંપૂર્ણપણે ભાનમાં છે અને સતર્ક પણ છે. 
વારાવારા રાવને તળોજા જેલમાં રાખવામાં આવ્યા છે. મેડિકલ રિપોર્ટ જોયા બાદ વારાવારા રાવના વકિલે કહ્યું હતું કે આ રિપોર્ટમાં તેમની માનસિક હાલતનો કે પછી તેમના યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેકશનનો કોઈ ઉલ્લેખ નથી. આને પગલે હાઈ કોર્ટે સરકારને વારાવારા રાવનો વિગતવાર મેડિકલ રિપોર્ટ રજૂ કરવાની સુચના આપી હતી. 
વારાવારા રાવ 81 વર્ષના છે. તેમણે જામીન અરજી કરી છે અને પોતાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવાની પણ રિટ અરજી કરી છે. હાઈ કોર્ટ બુધવારે (આજે) બન્ને પક્ષને સાંભળશે.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer