જયસિંગરાવ ગાયકવાડ પાટીલે ભાજપમાંથી રાજીનામું આપ્યું

ઔરંગાબાદ, તા. 17 (પીટીઆઈ): ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા જયસિંગરાવ ગાયકવાડ પાટીલે પક્ષમાંથી રાજીનામું છે. તેમણે આજે સવારે મહારાષ્ટ્રના ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. પોતે ભાજપની પ્રદેશ કાર્યસમિતિમાંથી અને પક્ષના સામાન્ય સભ્યપદ પરથી પણ રાજીનામું આપતા હોવાનું પત્રમાં લખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હું પક્ષ માટે કામ કરવા તૈયાર છું પરંતુ પક્ષ મને તક આપતો નથી.  હું સંસદસભ્ય કે વિધાનસભ્ય બનવા માગતો નથી. પક્ષને સુદૃઢ બનાવવા કામ કરવા માગું છું. એક દાયકાથી આવી જવાબદારી માગી રહ્યો હતો પરંતુ પક્ષે મને તક આપી નથી એટલે હું રાજીનામું આપું છું. રાજ્યમાં પક્ષને મજબૂત કરવાનો પ્રયત્ન કરનાર લોકો પક્ષને જોઈતા નથી.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer