ભાજપનાં સાંસદ રીટા બહુગુણાની આઠ વર્ષની પૌત્રીનું મોત

અલાહાબાદ, તા. 17 : અલાહાબાદની સંસદીય સીટ પરથી ભાજપનાં સાંસદ રીટા બહુગુણા જોશીની આઠ વર્ષની પૌત્રીનું સોમવારે રાતે હૉસ્પિટલમાં મોત થયું હતું. દિવાળીની રાતે ફટાકડા ફોડતી વખતે તે દાઝી ગઈ હતી. એ પછી પ્રયાગરાજની હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. સ્થિતિમાં સુધારો ન થવાને કારણે પરિવારના સભ્યો તેને દિલ્હી લઈ જવા માગતા હતા. જોકે, એ પહેલાં જ છોકરીનું મૃત્યુ થયું. બાળકી સાંસદના પુત્ર મયંક જોશીની પુત્રી હતી. અલાહાબાદનાં સાંસદ રીટા બહુગુણા જોશીનો પરિવાર દિવાળીના પ્રસંગે પ્રયાગરાજમાં પોતાના મ્યોર રોડ સ્થિત ઘર પર હતો. શનિવારે રાતે કિયા બીજાં બાળકો સાથે ઘરની છત પર રમવા ગઈ હતી.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer