જન્મદિવસ ઉપર તલવારથી કેક કાપી ઉજવણી કરી, નવની અટક

અમદાવાદ, તા. 17 : જન્મદિવસ ઉપર તલવારથી કેક કાપી ઉજવણી કરી, નવની અટકાયત અમદાવાદમાં જાહેરમાં તલવારથી કેક કાપીને બર્થડેની ઉજવણી કરવી કેટલાક શખ્સોને ભારે પડી ગઈ છે. બાપુનગરમાં જાહેરમાં 11 કેક તલવારથી કાપીને જન્મદિવસની ઉજવણી બદલ નવ લોકોની પોલીસે અટકાયત કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ દેવેન્દ્ર શુક્લા ઉર્ફ દેવ બાદશાહીનો જન્મદિવસ હોવાથી કેટલાક શખ્સો જાહેરતમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરી રહ્યા હતા. આ ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો અને કોઈ સામાજીક કાર્યકરે પોલીસને મોકલી આપ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે. તેમ જબ દેવ બાદશાહ જાહેરમાં 11 કેક તલવારથી કાપતો હોવાનું જોવા મળે છે.
આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. પોલીસે આ સમગ્ર મામલે સોમવારે એફઆઈઆર દાખલ કરી હોવાનું જણાવ્યું છે. પોલીસે કડક કાર્યવાહી કરતા દેવ બાદશાહ સહિત નવ લોકોની અટકાયત કરી હતી. પોલીસના મતે તમામના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. પકડાયેલા તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 143 (ગેરકાયદે એકત્ર થવું), 144 (તીક્ષણ હથિયાર સાથે જાહેરમાં ફરવું), 188 (સરકારી સેવકના આદેશનો અનાદર), 269 (સંક્રમણ ફેલાય તે માટે બેદરકારી) હેઠળ તેમ જ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એક્ટ અને ગુજરાત પોલીસ કાયદા હેઠળ પણ ગુનો દાખલ કરાયો છે. અમદાવાદમાં જાહેરમાં તલવારથી કેક કાપીને બર્થડેની ઉજવણી કરવી કેટલાક શખ્સોને ભારે પડી ગઈ છે. બાપુનગરમાં જાહેરમાં 11 કેક તલવારથી કાપીને જન્મદિવસની ઉજવણી બદલ નવ લોકોની પોલીસે અટકાયત કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ દેવેન્દ્ર શુક્લા ઉર્ફ દેવ બાદશાહીનો જન્મદિવસ હોવાથી કેટલાક શખ્સો જાહેરતમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરી રહ્યા હતા. આ ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો અને કોઈ સામાજીક કાર્યકરે પોલીસને મોકલી આપ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે તેમ જબ દેવ બાદશાહ જાહેરતમાં 11 કેક તલવારથી કાપતો હોવાનું જોવા મળે છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. પોલીસે આ સમગ્ર મામલે સોમવારે એફઆઈઆર દાખલ કરી હોવાનું જણાવ્યું છે.પોલીસે કડક કાર્યવાહી કરતા દેવ બાદશાહ સહિત નવ લોકોની અટકાયત કરી હતી.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer