બિહારમાં નીતિશ સરકારના પ્રધાનમંડળમાં ખાતાંની ફાળવણી

મુખ્ય પ્રધાને  ગૃહ, સામાન્ય પ્રશાસન, વિજિલન્સ સહિતનાં ખાતાં પોતાની પાસે રાખ્યાં 
પટણા, તા. 17 ( પીટીઆઈ)  : બિહારમાં નીતિશકુમારના નેતૃત્વમાં રચાયેલી સરકારમાં પ્રધાનો  વચ્ચે ખાતાંઓની વહેંચણી કરી દેવામાં આવી છે. મુખ્ય પ્રધાન  નીતિશકુમારે પોતાની પાસે ગૃહ, સામાન્ય પ્રશાસન, વિજિલન્સ સહિત એ વિભાગ રાખ્યા છે જે પ્રધાનોને સોંપાયા નથી.નાયબ મુખ્ય પ્રધાન તારકિશોરને નાણાં, કોમર્શિયલ ટૅક્સ, પર્યાવરણ અને વન, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ,શહેરી વિકાસ અને આઇટી વિભાગનાં ખાતાં આપવામાં આવ્યા છે. 
નાયબ મુખ્ય પ્રધાન રેણુ દેવીને પંચાયતી રાજ, પછાત જાતિ કલ્યાણ અને ઇબીસી કલ્યાણ સાથે ઉદ્યોગ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. વિજય ચૌધરીને ગ્રામીણ એન્જિનિયારિંગ ખાતું, ગ્રામીણ વિકાસ, જળ સંસાધન, સૂચના અને પ્રસારણ, સંસદીય કાર્ય વિભાગ સોંપવામાં આવ્યા હતા. વિજેન્દ્ર યાદવને ઊર્જા, નિષેધ યોજના અને ખાદ્ય-ગ્રાહક ખાતું સોંપવામાં આવ્યું હતું.  
અશોક ચૌધરીને ભવન નિર્માણ, સોશિયલ વેલફેર, સાયન્સ ટેકનોલોજી, અલ્પસંખ્ય કલ્યાણ વિભાગ ફાળવવામાં આવ્યા હતા. મેવાલાલ ચૌધરીને શિક્ષણ વિભાગનું ખાતું સોંપાયું હતું. શીલા કુમારને પરિવહન ખાતું, સંતોષ માંઝીને લધુ સિંચાઇ સાથે અનૂસુચિત જાતિ-જનજાતિ કલ્યાણ ખાતું સોંપાયું હતું. મુકેશ સહાનીને પશુપાલન અને મત્સ્ય ખાતું સોંપાયું હતું.   બીજેપીમાંથી પ્રધાન પદે શપથ લેનારા મંગળ પાંડેને આ વખતે સ્વાસ્થ સાથે સડક નિર્માણ અને કળા-સંસ્કૃતિ ખાતું સોંપાવામાં આવ્યું હતું. અમરેન્દ્ર સિંહને ખેતી, કૉર્પોરેટ અને શેરડી વિભાગ, રામપ્રીત પાસવાનને પીએચઇડી વિભાગ, જીવેશ કુમારને પર્યટન, મજૂરી અને ખનન વિભાગ, રામસૂરતને રાજસ્વ અને કાયદા વિભાગનાં ખાતાં સોંપવામાં આવ્યા હતા.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer