મુંબઈમાં કોરોનાના નવા દર્દી 409, સાજા થયા 529

મુંબઈમાં કોરોનાના નવા દર્દી 409, સાજા થયા 529
મુંબઈ, તા. 17 : મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવતી જાય છે. વૃદ્ધિદર ઘટીને એકથી નીચે જતો રહ્યો છે અને ડબાલિંગ રેટ 274 દિવસનો છે.  કુલ દર્દીનો આંકડો 2,70,113 થયો છે. આજે 529 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 2,45,774 દર્દી સાજા થયા છે.  આજે એક્ટિવ પેશન્ટ 9807 હતા. આજે મુંબઈમાં 12 જણ મૃત્યુ પામ્યા હતા. આમાંથી 11 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 11 પુરુષ અને એક મહિલા દર્દી હતા. એક મુતકની વય 40 વર્ષથી નીચે હતી. મરણ પામનારા સાત દર્દી 60 વર્ષની ઉપરના, ચાર મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. મરણાંક 10,582નો થયો છે. કોરોનાના ભોગ બનેલાઓમાં મુંબઈનો રેકોર્ડ અતિશય ખરાબ છે. મુંબઈનો મૃત્યુદર 3.96 ટકા જેટલો ઊંચો છે. જોકે આજે 40થી ઓછા મરણ થયા એ સારો સંકેત છે. 
મુંબઈમાં રીકવરી રેટ 91 ટકા અને ડબાલિંગ રેટ 274 દિવસનો છે. નવ નવેમ્બરથી 15 નવેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર 0.25 ટકાનો છે. શહેરમાં 467 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 5707 મકાનો સીલ કરાયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતી જાય છે.  આજે 2840 નવા દર્દી મળ્યા હતા. સક્રિય દર્દીની સંખ્યા પણ ઘટી રહી છે. આજે 5123 દર્દી સાજા થયા હતા. કુલ 16,23,503 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દી  17,52,509 થઈ ગયા છે. રાજ્યમાં 81925 સક્રિય દર્દી છે. 
રાજ્યમાં અગાઉ દરરોજ 300-400 મરણ થતા હતા, પરંતુ હવે મરણ ઓછા થાય છે. આજે ફક્ત 68 દર્દીના મૃત્યુ થયા હતા. રાજ્યમાં મૃત્યુદર 2.63 ટકાનો છે. રાજ્યમાં કુલ 46102 દર્દીના મૃત્યુ થયા છે.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer