પવાર, ઉદ્ધવની બાળાસાહેબને શ્રદ્ધાંજલિ

પવાર, ઉદ્ધવની બાળાસાહેબને શ્રદ્ધાંજલિ
મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવ સેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, તેમના પરિવારજનો તથા પક્ષના કાર્યકરોએ પક્ષના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની આઠમી પુણ્યતિથિએ આજે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉદ્ધવ ઠાકરે અને તેમના પત્ની તથા પુત્રો આદિત્ય તથા તેજસ ઠાકરેએ શિવાજીપાર્ક-દાદરમાં બાળાસાહેબના સ્મારક `સ્મૃતિસ્થળ'ની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર અને રાજ્યના અન્ય પ્રધાનોએ પણ બાળાસાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ નેતા અને રાજ્યના પ્રધાન તથા શિવ સેનાના ભૂતપૂર્વ નેતા છગન ભુજબળે પણ `સ્મૃતિસ્થળ' જઈને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 
શિવસેનાએ કોવિડ-19ની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને કાર્યકરોને સ્મૃતિસ્થળની મુલાકાત દરમિયાન સામાજિક અંતર જાળવવાની અપીલ કરી હતી. સામાન્ય રીતે આ દિવસે અહીં પક્ષના કાર્યકરોની મોટી સંખ્યામાં આવતા હોય છે. બાળાસાહેબ ઠાકરેનું 2012ની 17મી નવેમ્બરે નિધન થયું હતું.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer