દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેન તેજસ એક્પ્રેસને બંધ કરાશે

દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેન તેજસ એક્પ્રેસને બંધ કરાશે
નવી દિલ્હી, તા. 17( પીટીઆઈ) : દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ એક્પ્રેસને લખનઊ-દિલ્હી અને મુંબઈ-અમદાવાદના બંને રૂટ બંધ કરવાની પ્રતિકૂળ સ્થિતિ આવી પડી છે. રેલવે બોર્ડ બંને રૂટ પર તેજસ એક્પ્રેસનું સંચાલન બંધ કરશે. માહિતી મુજબ તેજસ એક્પ્રેસનું સંચાલન 23 નવેમ્બર 2020થી બંધ કરાશે. એક મીડિયા રિપોર્ટ મુજબ લખનઊ-દિલ્હી વચ્ચે દોડતી તેજસ એક્પ્રેસને 23 નવેમ્બર અને અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનને 24 નવેમ્બર 2020થી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. તેજસ એક્પ્રેસનું સંચાલન આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ એક્પ્રેસને બંધ કરવા પાછળ તેનાથી થતી કમાણી સામે સંચાલનનો વધુ ખર્ચ માનવામાં આવે છે. આ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. હાલમાં દેશભરમાં કોરોના મહામારી ફેલાયેલી છે. જેના કારણે તેજસ એક્પ્રેસ જેવી વીઆઇપી ટ્રેન પણ મુસાફરોને આકર્ષિત નથી કરી શકી. કોરોના કાળને કારણે લોકો મુસાફરી ટાળી રહ્યા છે. 
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer