લક્ષ્મી વિલાસ બૅન્ક ઉપર નિયંત્રણો : 16મી ડિસેમ્બર સુધી માત્ર રૂા. 25,000 ઉપાડી શકાશે

લક્ષ્મી વિલાસ બૅન્ક ઉપર નિયંત્રણો : 16મી ડિસેમ્બર સુધી માત્ર રૂા. 25,000 ઉપાડી શકાશે
નવી દિલ્હી, તા. 17 : નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલી લક્ષ્મી વિલાસ બૅન્કને એક માસ માટે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા દ્વારા મોરેટોરિયમ હેઠળ મૂકવામાં આવી છે. તેથી ગ્રાહકો આવતી 16મી ડિસેમ્બર સુધી 25000 રૂપિયા જ ઉપાડી શકશે. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્રેડીબલ રિવાઇવલ પ્લાનના અભાવે થાપણદારોના હિતોની જાળવણી અને બેન્ડના હિત ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્કની વિનંતીને પગલે કેન્દ્ર સરકારને બૅન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 45 અનુસાર નિયંત્રણો મૂકવાની વિનંતી કરાઈ હતી.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer