2021માં ટીમ ઈન્ડિયા 43 ટી-20 રમશે

દ્વિ-પક્ષી શ્રેણીમાં ટીમ 14 ટેસ્ટ, 13 વન ડે અને 20 ટી-20 રમવાની છે 
નવી દિલ્હી, તા. 18: કોરોનાને કારણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આઠ મહિના ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર હતા. પણ 2021-22માં ટીમ ઇન્ડિયાનું સમયપત્રક અત્યંત વ્યસ્ત છે. ટીમ આ દરમિયાન દ્વિ-પક્ષી શ્રેણીમાં 14 ટેસ્ટ, 13 વનડે અને  વીસ ટી-20 મૅચો રમવાની છે. એટલે કે કુલ 47 મેચ. ચાર સીરિઝ દેશની બહાર રમાશે. તે સિવાય ટી-20 વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી ચાર, એશિયા કપમાં ઓછામાં ઓછી પાંચ અને આઈપીએલમાં મિનિમમ 14  ટી-20મુકાબલા રમશે. 
કોહલી અને કંપની આવતા વર્ષે કુલ 43  ટી-20 રમશે. એશિયા કપના મુકાબલા શ્રીલંકામાં રમાશે. 2019માં ટીમ ઓવરઓલ 30  ટી-20 રમી હતી. 
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ 2021માં થવાની છે. ટીમ ઇન્ડિયા અત્યારે પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ ક્રમે છે. આવામાં ટીમના ફાઇનલમાં પહોંચવાની અપેક્ષા વધારે છે. ફાઇનલ જૂનમાં ઇંગ્લેન્ડના લોર્ડ્સ મેદાન પર રમાશે.Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer