કોહલી આઈપીએલમાં કંટાળેલો લાગતો હતો; રોહિતને કોઈ એક ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવો જોઈએ: શોએબ અખ્તર

કોહલી આઈપીએલમાં કંટાળેલો લાગતો હતો; રોહિતને કોઈ એક ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવો જોઈએ: શોએબ અખ્તર
ઈસ્લામાબાદ, તા. 18: પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, `અૉસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવો જોઈએ.' રોહિતના સુકાનીપદ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સ પાંચમી વાર ચૅમ્પિયન બન્યું એ પછી ભારતીય ટીમ માટે સ્પ્લિટ કેપ્ટન્સીની માગ વધી રહી છે. 
નોંધનીય છે કે, કોહલીની ગેરહાજરીમાં રોહિતે ભારતને એશિયા કપ પણ જીતાડ્યો હતો. અખ્તરે કહ્યું કે, ભલે આજિંક્ય રહાણે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન છે, પરંતુ રોહિતને કપ્તાની આપવાનો આ યોગ્ય સમય છે. 
અખ્તરે કહ્યું, મને ખબર છે કે વિરાટ ટીમને આગળ લઈ જવા માગે છે. પણ આપણે એ પણ જોવું જોઈએ કે તે કેટલો થાકેલો છે. તે 2010થી સતત રમી રહ્યો છે. 70 સદી ફટકારી છે. રનનો ઢગલો કર્યો છે. જો તેને થાક જેવું લાગતું હોય તો કોઈ એક ફોર્મેટમાં ( ટી-20માં) રોહિતને કેપ્ટન્સી સોંપી દેવી જોઈએ. આઈપીએલ દરમિયાન વિરાટના ચહેરા પર કંટાળો દેખાયો હતો. કદાચ બાયો-બબલમાં રહેવાના લીધે હોય શકે. તે સ્ટ્રેસમાં પણ દેખાઈ રહ્યો હતો. બીજી તરફ, રોહિત કપ્તાની માટે તૈયાર છે.Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer