''નટખટ'' માટે વિદ્યા બાલન અૉસ્કારની રેસમાં

''નટખટ'' માટે વિદ્યા બાલન અૉસ્કારની રેસમાં
અભિનેત્રી વિદ્યા બાલન આભમાં ઊડી રહી છે. તેના દ્વારા અભિનિત અને નિર્મિત  શોર્ટ ફિલ્મ નટખટને બેસ્ટ અૉફ ઇન્ડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ - 2020ની ત્રીજી આવૃત્તિમાં પ્રથમ ઇનામ મળ્યું છે. આથી હવે આ ફિલ્મ અૉસ્કારનું નોમિનેશન મેળવવાને પાત્ર બની છે. નટખટ ફિલ્મમાં ત્રી-પુરુષ સમાનતા અને અસભ્યતાનો મુદ્દો છે. 
વિદ્યાએ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર જણાવતાં લખ્યું હતું કે, કપરા ઉતારચડાવવાળા આ વર્ષમાં અૉસ્કાર માટેની પાત્રતાની દિશામાં લઈ જાય એ રીતનો પ્રથમ એવૉર્ડ મળતા દિલ ખુશ થઈ ગયું છે. મારા માટે આ ફિલ્મ મહત્ત્વની છે કેમ કે તેમાં મને અભિનેત્રી અને નિર્માત્રી એમ ભૂમિકા ભજવવા મળી છે. 
શાન વ્યાસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ નટખટ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ અૉફ મેલબોર્ન અને લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દેખાડવામાં આવી હતી. ઉપરાંત `વી આર વન: અ ગ્લોબ્લ ફિલ્મ ફેસ્ટિવલ'ના ભાગરૂપે યુટયુબ પર આ ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું. Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer