ઇમરાન ખાને ક્ષેત્ર સંન્યાસ લીધો

ઇમરાન ખાને ક્ષેત્ર સંન્યાસ લીધો
અભિનેતા આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાને અભિનય ક્ષેત્ર છોડવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી તે રૂપેરી પરદેથી દૂર છે. હવે તેણે અભિનય કરવા પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લીધો છે. ઇમરાનના ખાસ મિત્ર અક્ષય અૉબેરોયે સ્પષ્ટ જણાવ્યું હતું કે, મારા ખાસ મિત્ર ઇમરાને અભિનય ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે અભિનય કરવાનો છોડી દીધો છે. અમે છેલ્લાં 18 વર્ષથી સાથે છીએ અને એકમેકને સારે રીતે ઓળખીએ છીએ.
ઇમરાન અભિનય નહીં કરે તો બીજું શું કરશે? એવા સવાલનો અક્ષય સ્પષ્ટ જવાબ આપી શકયો નહીં. આમ છતાં તેણે આશા વ્યક્ત કરીછે કે તે કદાચ દિગ્દર્શન ક્ષેત્ર તરફ વળશે. જોકે, હાલમાં તેણે પ્રસિદ્ધિથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. ઇમરાને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેમાંથી ઘણી ફલોપ ગઈ છે. જોકે, આને અક્ષય ઇમરાનની નિષ્ફળતા માનતો નથી છેલ્લે ઇમરાન ફિલ્મ કટ્ટી બટ્ટીમાં કંગના રાણાવત સાથે જોવા મળ્યો હતો. આ સિવાય તેમે જાને તુ યા જાને ના, કિટનેપ, લક, આઇ હેટ લવસ્ટોરી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. દેલ્લી બેલી ફિલ્મમાંના તેના અભિનયની પ્રશંસા થઇ હતી. તેણે આમિરની કયામત સે કયામત અને જો જીતા વો હી સિકંદરમાં બાળકલાકાર તરીકે અભિનય કર્યો હતો.Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer